ઉપવાસની થાલીપીઠ, ફરાળી વાનગી ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક ઉપવાસની મજેદાર વાનગી બને છે. અહીં યાદ રાખો કે તેને વધુ લિજ્જતદાર બનાવવા માટે તેમાં સિંધલ ....
ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી ચિયાના બીજ આપણા શરીર માટે ગુણકારી છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. શાકાહારી આહાર લેનારા માટે આ પીણામાં રહેલા ઑમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધુ ગુણકારી છે! આ ચિયા બીજમાં
એપલ જામ ની રેસીપી એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે. આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે ....
એપલ પાય ની રેસીપી આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
ઓટસ્ મટર ઢોસા આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પ ....
ઓરિયન્ટલ વેજીટેબલ કરી જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
ક્રિસ્પી મસાલા ભીંડી પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાવડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો.
કેળા અને કાકડીનું સલાડ આ કેળા અને કાકડીનું સલાડ એક અસામાન્ય સંયોજન છે જે કચુંબરની રીતે બનાવવામાં આવ્યું છે. મીઠા કેળા અને કરકરી કાકડી અહીં એક બીજામાં સારી રીતે ભળી જાય છે, જેમાં મગફળી અને નાળિયેર તેને કરકરૂ બનાવે છે અને સાથે લીલા મરચાં અને લીંબુનો રસ તેના સ્વાદમાં વધારો કરે છે. તેને ઠંડુ પીરસો.
ક્વીક બ્રેડ સ્નૅક ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
કાબુલી ચણાનો સલાડ રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
કોથમીર ઉપમા ની રેસીપી કોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધરાવે છે. શેકેલા રવામાં આગલા દીવસે તૈયાર કરી રાખેલી લીલી ચટણી વડે ઝટપટ તૈયાર થતી આ વાનગી સવારના નાસ્તા માટે ઉત્તમ છે. એક વખત જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમે સાદા ઉપમા ખાવાનું ભુલી જશો.
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati | આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કર ....