19 પિસ્તા રેસીપી | પિસ્તાના ઊપયોગથી બનતી રેસીપી | પિસ્તા રેસીપીઓનો સંગ્રહ | pistachios, pista Recipes in Gujarati | Indian Recipes using pistachios, pista in Gujarati |
19 પિસ્તા રેસીપી | પિસ્તાના ઊપયોગથી બનતી રેસીપી | પિસ્તા રેસીપીઓનો સંગ્રહ | pistachios, pista Recipes in Gujarati | Indian Recipes using pistachios, pista in Gujarati |
પિસ્તાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of pistachios, pista in Gujarati)
પિસ્તા પોટેશિયમથી સમૃદ્ધ છે (શરીરના પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે), ફોસ્ફરસ (હાડકાં અને દાંતના નિમૉણમાં મદદ કરે છે) અને મેગ્નેશિયમ (શરીરના ઊર્જાના રૂપાંતરમાં મહત્વનું તત્વ), અને વિટામિન બી 6 થી (પ્રોટીન ચયાપચય અને શોષણમાં મદદ કરે છે) અને થાઇમીન (ઉર્જા વધારે છે અને સામાન્ય ભૂખને પ્રોત્સાહન આપે છે). આ નટ્સ પ્રોટીનનો પણ એક મહાન સ્ત્રોત છે અને તમને લાંબા સમય સુધી ભર પેટ રાખે છે. અખરોટ અને બદામની જેમ પિસ્તા પણ હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે. તેની ઉચ્ચ મોનોસેચ્યુરેટેડ ચરબી વાસ્તવમાં લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. પરંતુ પિસ્તા ઘણીવાર મીઠું ચડાવેલ સ્વરૂપે વેચાય છે, તેથી આ સાથે સાવચેત રહો, કારણ કે ઉચ્ચ સ્તરનું સોડિયમ તેમાં રહેલા પોટેશિયમને નકારી શકે છે. પિસ્તામાં હાજર કોપર, ઝીંક અને મેગ્નેશિયમ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે આપણને ફિટ રહેવામાં મદદ કરે છે.