You are here: Home > વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન > મેક્સીકન સૂપ > સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ | Sweet Corn and Capsicum Soup ( Mexican) તરલા દલાલ આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બાઉલ જેટલું આ મજેદાર સૂપ તમારો દીવસ આનંદદાયક બનાવશે. આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ બરિતોસ્ અને મેક્સિકન રાઇસ સાથે મજેદાર જમણ પૂરવાર થાય એવું છે. Post A comment 12 Mar 2017 This recipe has been viewed 5142 times Sweet Corn and Capsicum Soup ( Mexican) - Read in English Sweet Corn and Capsicum Soup Video સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ - Sweet Corn and Capsicum Soup ( Mexican) recipe in Gujarati Tags મેક્સીકન સૂપચંકી સૂપ / બ્રોથક્રીમી સૂપમેક્સીકન પાર્ટીકઢાઇ વેજ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ૧/૨ કપ બાફેલા મીઠી મકાઇના દાણા૧ સિમલા મરચું તેલ , ચોપડવા માટે૧/૨ કપ દૂધ૧ ટેબલસ્પૂન માખણ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન કોર્નફ્લોર , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodસિમલા મરચાં પર થોડું તેલ ચોપડી તેને ફોર્ક (fork) વડે પકડીને સીધા તાપ પર મૂકીને તેની બહારની બધી બાજુએથી કાળું પડી જાય ત્યાં સુધી શેકી લો.તે પછી તેને તાપ પરથી હટાવીને ઠંડા પાણીમાં ડુબાડીને ડાળખી અને બી કાઢી લીધા પછી તેને બારીક સમારીને બાજુ પર રાખો.હવે બાફેલા મકાઇના દાણા, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં શેકીને ટુકડા કરેલા સિમલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં તૈયાર કરેલું મકાઇના દાણાનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં ૧/૨ કપ પાણી અને તૈયાર કરેલું કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં મરી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન