વિગતવાર ફોટો સાથે ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | ની રેસીપી
-
ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો.
-
૧ ૧/૨ કપ પાણી ઉમેરો.
-
મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટામેટાં નરમ થાય ત્યાં સુધી રાંઘી લો.
-
તેને સંપૂર્ણ ઠંડું થવા દો અને મુલાયમ મિશ્રણ બનાવા માટે મિક્સરમાં ફેરવી લો.
-
સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે.
-
એક ઊંડા બાઉલમાં નાળિયેર દૂધ ઉમેરો.
-
ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે.
-
એક હ્વિસ્ક નો ઉપયોગ કરીને સારી રીતે મિક્ષ કરી દો અને એક બાજુ રાખો.
-
એક ઊંડા નૉન સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો.
-
ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. આ જીરું સૂપને ખૂબ સરસ સ્વાદ આપેશે.
-
જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા ઉમેરો.
-
લીલા મરચાં ઉમેરો ને થોડી સેકંડ સુધી સાંતળી લો.
-
તે પછી તેમાં તૈયાર ટમેટાની પ્યુરી ઉમેરો.
-
નાળીયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરો.
-
ગોળ ઉમેરો. આ એક ખૂબ સરસ સ્વાદ આપે છે તેથી તેને ટાળતા નહીં.
-
મીઠું નાખો.
-
સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
-
કોથમીર ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરી લો.
-
ટામેટા શોરબા ને | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | tomato shorba in gujarati | ગરમ ગરમ પીરસો.