You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > ગ્રેવીવાળા શાક > મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ | Mixed Vegetables – Bhopali Style તરલા દલાલ આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા નાખવાનું ભુલતા નહી. Post A comment 26 Feb 2016 This recipe has been viewed 6422 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मिकस्ड वेजिटेबलस्- भोपाली स्टाईल - हिन्दी में पढ़ें - Mixed Vegetables – Bhopali Style In Hindi Mixed Vegetables – Bhopali Style - Read in English Mixed Vegetable Bhopali Style Video મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ - Mixed Vegetables – Bhopali Style recipe in Gujarati Tags ગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાક તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૨૩ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે૧ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટેબલસ્પૂન આખા ધાણા૮ લીલા મરચાં , સમારેલા૧૨ લસણની કળી૪ ટીસ્પૂન જીરું૪ એલચી૫ લવિંગ૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો૧/૨ કપ પાણીબીજી જીરૂરી વસ્તુઓ૩ કપ સમારીને બાફી લીધેલી શાકભાજી (ગાજર , ફણસી અને લીલા વટાણા)૪ ટેબલસ્પૂન તેલ૪ ટેબલસ્પૂન કાજુના ટુકડા મીઠું , સ્વાદાનુસાર૩/૪ કપ દૂધ૪ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ૨ ચપટીભર સાકર કાર્યવાહી Methodએક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમા કાજૂ ઉમેરીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા કાજુ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને નીતારી લો.તે તેલમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર તેને ૧ થી ૨ મિનિટ સાંતળી લો.તે પછી તેમા મિક્સ શાકભાજી, મીઠું, દૂધ, ફ્રેશ ક્રીમ, સાકર અને હલકા તળેલા કાજૂ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/mixed-vegetables-–-bhopali-style-gujarati-1495rમિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલMumtaz Ahemad on 12 Aug 17 04:03 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન