You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > ગ્રેવીવાળા શાક > પાલક સૉસમાં પનીરના કોફતા પાલક સૉસમાં પનીરના કોફતા | Paneer Koftas in Spinach Sauce તરલા દલાલ આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે. Post A comment 16 Dec 2021 This recipe has been viewed 5288 times पालक ग्रेवी में पनीर कोफ्ता रेसिपी | रेस्टोरेंट स्टाइल पालक पनीर कोफ्ता करी | पालक पनीर कोफ्ता सब्जी - हिन्दी में पढ़ें - Paneer Koftas in Spinach Sauce In Hindi paneer kofta in palak gravy recipe | Indian cottage cheese kofta in spinach gravy | restaurant style palak paneer kofta curry | palak paneer kofta sabzi | - Read in English paneer kofta in palak gravy video પાલક સૉસમાં પનીરના કોફતા - Paneer Koftas in Spinach Sauce recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓગ્રેવીવાળા શાકલીલા પાંદળાના શાકપારંપારીક ભારતીય શાકતળીને બનતી રેસિપિરક્ષાબંધન રેસીપીમધર્સ્ ડે તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે ઘટકો પાલકની ગ્રેવી માટે૩ કપ ઝીણી સમારેલી પાલક૨ ટેબલસ્પૂન ઘી૧ કપ જેરી લીધેલું દહીં૧/૨ ટીસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ પાણી સાથે સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાલકની ગ્રેવી માટે)૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ૨ ટેબલસ્પૂન ખસખસ૮ લસણ૮ લીલા મરચાં , મોટા સમારેલા૨૫ મિલીમીટર (૧”)નો આદૂનો ટુકડો૨ ટીસ્પૂન વીલાયતી વરિયાળીપનીરના કોફતા માટે૧ કપ ખમણેલું પનીર૪ ટેબલસ્પૂન મેંદો૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં એક ચપટીભર ખાવાની સોડા મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટે કાર્યવાહી પાલકની ગ્રેવી માટેપાલકની ગ્રેવી માટેએક કઢાઇમાં ૧/૨ કપ પાણી ગરમ કરી તેમાં પાલક મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ગાળીને ઠંડા પાણીથી ધોઇને પાલક તાજી કરી લો.તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લો.પછી તેમાં પાલકની પ્યુરી, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લીધા પછી બાજુ પર રાખો.પનીરના કોફતા માટેપનીરના કોફતા માટેએક બાઉલમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા પનીર કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસવાના સમય પહેલા પાલકની ગ્રેવી ફરી ગરમ કરી, તેમાં કોફતા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન