જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.
પ્રથમ નજરે આ વાનગી એશિયાની વાનગીથી અલગ લાગે છે કારણકે તેમાં શાક અને સૉસનું સંયોજન છે. તે છતાં, આ શાક અજોડ છે, કારણકે તેનું બંધારણ એવું છે જેમાં વિવિધ સામગ્રી છે અને તેની બનાવવાની રીત ખાસ પ્રકારની છે. ખરેખર હોંગકોંગ સ્ટાઇલનું શાક એક મજેદાર રીતે તૈયાર થાય છે, જે તમને જરૂરથી ગમશે.