સમારેલી કોથમીર રેસીપી
Last Updated : Jan 25,2021


कटा हुआ हरा धनिया रेसिपी - हिन्दी में पढ़ें (chopped coriander recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે. લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ....
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે જે ખૂબજ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આમ તો આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
કાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે. ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ
દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમાં લસણ અને ટમેટા હલકી ખટાશ ઉમેરે છે જે રોટી અને ભાત સાથે સારૂ સંયોજન બનાવે છે. મગની દાળથી મળતું ફોલીક એસિડ આ દાળની પૌષ્ટિક્તામાં વધારો કરે છે. આ દાળ ખસ્તા રોટી ....
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15