અડઇ અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે. સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા ....
અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને ન ....
અવીઅલ અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
ઓરિયન્ટલ વેજીટેબલ કરી જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કડુબુ કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
કેબેજ પોરીયલ પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
કેળા અને કાકડીનું સલાડ આ કેળા અને કાકડીનું સલાડ એક અસામાન્ય સંયોજન છે જે કચુંબરની રીતે બનાવવામાં આવ્યું છે. મીઠા કેળા અને કરકરી કાકડી અહીં એક બીજામાં સારી રીતે ભળી જાય છે, જેમાં મગફળી અને નાળિયેર તેને કરકરૂ બનાવે છે અને સાથે લીલા મરચાં અને લીંબુનો રસ તેના સ્વાદમાં વધારો કરે છે. તેને ઠંડુ પીરસો.
કેળાના ઉત્તાપા આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
કાજૂવાળી ટીંડલી ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે. અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો. આ શાક જ્યારે
કોકોનટ અને પપૈયાનું ડ્રીંક કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.
કોપરા પાક, ટોપરાપાક કોપરા પાક | ટોપરાપાક | kopra pak recipe in gujarati. કોપરા પાક બનાવા માટે ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે એલચી ઉમેરવાથી ....
કોબીનું થોરણ એક પ્રખ્યાત કેરળની વાનગી. . . . . . . . . . જે બનાવવામાં ખૂબ જ સહેલી, દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. આમ તો આ ભાજી બનાવવામાં ભરપૂર નાળિયેર ઉમેરવામાં આવે છે, પણ અહીં અમે ફ્કત ૨ ટેબલસ્પૂન નાળિયેર ઉમેરીને તેનો સ્વાદ જાળવી રાખ્યો છે. આ શાક જ્યારે
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
ચોકલેટ શિફોન પાય ની રેસીપી એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....