મસાલા ખીચડી પરાઠા ઘણા આધેડ વ્યક્તિઓ માને છે કે ઝડપથી બનતા અને પૌષ્ટિક જમણમાં ખીચડી એક ઉમદા વિકલ્પ છે અને ઘણે અંશે તેઓ સાચા પણ છે. ખીચડી એટલી આરોગ્યવર્ધક છે કે આગલા દિવસની બચેલી ખીચડી પણ બગાડવી ન જોઇએ. પ્રસ્તુત છે એક એવી પરાઠાની વાનગી જે ખીચડી, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બને છે. મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો ....
મસાલા ચીઝ ટોસ્ટ ઘઉંના બ્રેડ અને વિટામિનથી ભરપૂર શાક અને કૅલ્શિયમથી ભરપૂર ચીઝના ટોપિંગ સાથે બનતા આ મસાલા ચીઝ ટોસ્ટનો નાસ્તો સવારની એક ઉત્તમ શરૂઆત બને છે અથવા દિવસના કોઇપણ સમયે મનગમતો નાસ્તો બનશે. મસળેલા બટાટાને લીધે ટોસ્ટનું પૂરણ છુટુ પડતું નથી અને ખાવામાં પણ નરમ લાગે છે. આ ટોસ્ટને જરૂર પૂરતું બેક કરો અને ગરમ ગરમ પી ....
મસાલા ટોમેટો ઓનીયન પરાઠા જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
મસાલા દાળ સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. ચાર જાતના કઠોળ ભેગા કરીને બનતી આ દાળમાં કાંદા અને ટમેટાની સાથે કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો. ....
મસાલાવાળા તુરીયા ની રેસીપી કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે ....
મસાલાવાળી મગફળીમાં ભીંડા ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
માલવણી ચણા મસાલા આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
મિક્સ દાળ ની રેસીપી તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. ....
મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ ....
મિક્સ વેજીટેબલ પરોઠા ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
મિક્સ વેજીટેબલ પરોઠા આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા ....
મિક્સ શાક સાથે યોગર્ટની કઢી સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. ....
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....