શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમ ....
શાહી આલૂ શાહી આલૂ બનાવવામાં સહેલી છતાં શાહી વાનગી છે જે તમે કોઇ ખાસ જમણમાં પીરસી શકો. અહીં કાજૂ અને કીસમીસ તેને શાહી તો બનાવે જ છે, પણ સાથે તેના સ્વાદમાં પણ વધારો કરે છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા
શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી આ ક્રસ્ટ ઘણખરી પેસ્ટ્રી અને પાઇની વાનગીની મૂળ વાનગી છે. તેને પ્રથમ બેક કરવામાં આવે છે પછી તેમાં જુદા જુદા ફીંલીગ મેળવીને પૂરણ ભરીને વિવિધ પાઇ તૈયાર કરવામાં આવે છે. આ ક્રસ્ટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કણિકને વધુ દબાવવાથી ક્રસ્ટની રચનામાં ફરક પડી જશે અને છેલ્લે બ્રેડ જેવી કણિક બની જશે.
સુઆ બક્વીટ રોટી (કુટ્ટીના દારાનો લોટ અને સુઆ ભાજીની રોટી) સુગંધિત સુઆની ભાજીથી બનતી સ્વાદિષ્ટ સુઆ બક્વીટ રોટી, આ રેસીપી તમારા પેટ માટે આનંદકારક રોટી છે. કુટ્ટીના દારાનો લોટ અને જુવારનો લોટ જેવા આલ્કલાઇન લોટથી બનેલી, આ રોટી હળવા મસાલાવાળી છે, જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને મરીનો પાવડર જેવા સામાન્ય ઘટકો છે. તેના વાઇબ્રેન્ટ સ્વાદ અને રસપ્રદ પોતનો આનંદ માણ ....
સ્કીન ગ્લો સૂપ ની રેસીપી પોતાના શરીરની ત્વચા ચળકાટ મારતી અને ઝગઝગતી કોને ન ગમે? એવું માનવામાં આવે છે કે ઝગઝગતી ચામડી એ તંદુરસ્તીની એક સારી નીશાની છે અને થોડા ઘણા અંશે એ સાચું પણ છે. જ્યારે તમારા શરીરને જરૂરી પોષક પદાર્થો મળી રહે, તો શરીરમાં આપોઆપ તેની અસર દેખાય અને ત્વચા અંદરથી ચમકી ઉઠે. સૂપ પણ એક મજેદાર ડીશ છે, જે તમને તેન ....
સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી | ભારતીય સ્ટાઇલ શેઝવાન ફ્રાઇડ રાઇસ | ફ્રાઇડ રાઇસ રેસીપી | રેસ્ટોરન્ટ જેવા જ ફ્રાઇડ રાઈસ | schezwan fried rice in gujarati | with 33 amazing ....
સેઝવાન સોસ રેસીપી સેઝવાન સોસ રેસીપી | ચાઈનીઝ સેઝવાન સોસ | ઘરે સેઝવાન ચટણી | schezwan sauce recipe in Gujarati | with 14 amazing images. જો તમને ઓરિએન્ટલ રસોઈ પસંદ છે, તો તમારી પાસે આ સેઝ ....
સ્ટફ કુટીના દારાના પરોઠા આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
સ્ટફ ચીલા ની રેસીપી ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી, પનીર સાથે ભરેલા ભીંડા સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે. લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ....
સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
સ્ટફડ શાહી પૂરી સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.