તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment

Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment In Gujarati

This recipe has been viewed 915 timesબજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ર સુવાસ અને દેશી સ્વાદ ધરાવે છે. અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રીયન ચટણી માટે કાળા તલનો ઉપયોગ તો જરૂરી જ છે, પણ તે ઉપરાંત બીજી વસ્તુઓ જેવી કે લાલ મરચાં, નાળિયેર, આખા ધાણા વગેરે પણ આ કાળા તલની ચટણીમાં મહત્વના રહ્યા છે અને તેથી આ ચટણીનો સ્વાદ સંતુલિત રહે છે.

આમ દરેક વસ્તુઓ પ્રમાણસર મેળવવાથી આ તીલકુટ મજાનું તૈયાર થશે. મહારાષ્ટ્રીયન લોકો તો આ ચટણી ચોખાની ભાખરી સાથે પીરસે છે. તમે પણ તેને રોટલી, ભાખરી, ઇડલી, ઢોસા વગેરે સાથે પીરસીને તેની મજા માણો.

તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧/૨ કપ કાળા તલ
૨ ટેબલસ્પૂન ડેસિકેટેડ નાળિયેર
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ટીસ્પૂન જીરૂં
સૂકા આખા લાલ મરચાં (પાન્ડી) , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
કાર્યવાહી
    Method
  1. એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં તલને મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.
  2. આ તલને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં લસણ સિવાયની બાકીની બધી વસ્તુઓ નાખી ૨ મિનિટ સુધી સૂકી શેકી લો.
  4. તેને એક નાના પ્લેટમાં કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.
  5. હવે એક મિક્સરમાં શેકેલા તલ, નાળીયેર-મરચાનું મિશ્રણ અને લસણ મેળવી, પાણી નાંખ્યા વગર પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  6. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews