સરગવાની શિંગની વેજીટેબલ કરી - Drumstick Vegetable Curry

Drumstick Vegetable Curry recipe In Gujarati

This recipe has been viewed 3456 times

Drumstick Vegetable Curry - Read in English 


આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે. રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો.

સરગવાની શિંગની વેજીટેબલ કરી - Drumstick Vegetable Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
સરગવાની શિંગ , ૨ ૧/૨”ના ટુકડા કરેલા
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૩/૪ કપ ખમણેલા ટમેટા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
  Method
 1. એક તવા પર ચણાનો લોટ ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
 2. તેને થોડું ઠંડું પાડ્યા પછી, તેમાં ૨ કપ પાણી મેળવી ચણાનો લોટ સંપૂર્ણ ઓગળી જાય તે રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
 3. એક વાસણમાં સરખી માત્રામાં પાણી સાથે મીઠું મેળવી તેને ઉકાળી, તેમાં સરગવાની શિંગના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા તે નરમ થાય ત્યાં સુધી બાફી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.
 4. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરૂ મેળવો.
 5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
 6. તે પછી તેમાં આદુ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 7. તે પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 8. પછી તેમાં મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 9. તે પછી તેમાં બાફેલી સરગવાની શિંગ, ચણાનો લોટ-પાણીનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 10. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 11. તરત જ પીરસો.

Reviews