રીંગણા અને કોબીના કોફ્તાની કરી | Brinjal and Cabbage Kofta Curry

આ વાનગીની કરી અને કોફ્તા બન્ને જ અનોખા છે. અહીં કોફ્તાને રીંગણા અને કોબીના અસામાન્ય સંયોજન વડે બનાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રેવીમાં આમલીનું પાણી અને ચણાના લોટ સાથે સૂકા મસાલા મેળવવામાં આવ્યા છે જે હજી વધુ પડતું અસામાન્ય સંયોજન છે. છેલ્લે તેમાં તાજી મલાઇ મેળવવામાં આવી છે, જે તમારા ડાઇનિંગ ટેબલ પર એક મજેદાર વાનગી રજૂ કરશે. રોટી સાથે અથવા ભાત સાથે પીરસી શકો. બન્ને સાથે તે જરૂર સ્વાદિષ્ટ લાગશે.

Brinjal and Cabbage Kofta Curry recipe In Gujarati

This recipe has been viewed 4019 times

ब्रिंजल एण्ड कैबेज कोफ्ता करी - हिन्दी में पढ़ें - Brinjal and Cabbage Kofta Curry In Hindi 


રીંગણા અને કોબીના કોફ્તાની કરી - Brinjal and Cabbage Kofta Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કોફ્તા માટે
૧/૨ કપ ઝીણા સમારેલા રીંગણા
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણી ખમણેલી કોબી
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૪ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧ કપ મોટા સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ખસખસ
૨ ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
લવિંગ
૨૫ મિલીમીટર ૨૫ મી.મી. (૧” )નો આદુનો ટુકડો
લીલા મરચાં , સમારેલા
૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર

પીસીને સૂકો મસાલો તૈયાર કરવા માટે
૨૫ મિલીમીટર ૨૫ મી.મી. (૧”)નો તજનો ટુકડો
૩ ટુકડા લવિંગ
એલચી

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટેબલસ્પૂન ઘી
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૫ ટેબલસ્પૂન આમલીનું પાણી
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર સાકર
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
કાર્યવાહી
કોફ્તા માટે

    કોફ્તા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને વાળીને નાના ગોળાકાર તૈયાર કરો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  4. તે પછી કોફ્તાને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ચણાનો લોટ અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધૂ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આમલીનું પાણી, સૂકો મસાલો, મીઠું, સાકર, ક્રીમ અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર એક ઊભરો આવવા દો.
  4. ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  5. પીરસતા પહેલા, ગ્રેવીને ફરી ગરમ કરી, તેમાં કોફ્તા ઉમેરી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews