અવીઅલ | Avial Recipe, Kerala Aviyal Recipe

અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લાંબા ટુકડા કરી, સતત ઘ્યાન આપી કરકરા રાંધવામાં આવે છે. આટલી મહેનત જો તમે બરોબર ઘ્યાનથી કરશો તો અચૂક અડધી બાજી તો જીતી ગયા જ સમજ્જો.

Avial Recipe, Kerala Aviyal Recipe In Gujarati

અવીઅલ - Avial Recipe, Kerala Aviyal Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
૩/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
૧ ટીસ્પૂન જીરૂ
લીલા મરચાં , સમારેલા
૧/૪ કપ પાણી

બીજી જરૂરી સામગ્રી
૧/૨ કપ સરગવાની શીંગ , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલી
૧/૨ કપ ફણસી , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલી
૧/૨ કપ ગાજર, ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
૧/૨ કપ સૂરણ , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
૧/૨ કપ લાલ કોળાના ટુકડા
કાચો કેળો , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
૧/૨ કપ તાજા લીલા વટાણા
૧/૨ કપ રીંગણાના ટુકડા
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ તાજું દહીં , જેરી લીધેલું (મરજીયાત)
૨ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું રીફાઇન્ડ તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૭ to ૮ કડી પત્તા
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં સરગવાની શીંગ સાથે ૧/૪ કપ પાણી મેળવી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર શીંગ અડધી બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  2. તે પછી તેમાં બાકી રહેલા શાક અને મીઠું મેળવી, જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર શાક બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો. (લગભગ ૧૨ થી ૧૫ મિનિટ સુધી)
  3. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી અથવા મિશ્રણ અર્ધ-સૂકું થાય ત્યાં સુધી રાંધી તાપ પરથી નીચે ઉતારી લો.
  4. તે પછી તેમાં દહીં, તેલ, જીરૂ અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews