કર્ડ શોરબા | Curd Shorba

એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.

Curd Shorba recipe In Gujarati

This recipe has been viewed 5641 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

दही शोरबा - हिन्दी में पढ़ें - Curd Shorba In Hindi 
Curd Shorba - Read in English 


કર્ડ શોરબા - Curd Shorba recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ તાજુ દહીં
૪ ટીસ્પૂન ચણાનો લોટ
૧/૪ કપ દૂધ
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદુ
એક ચપટીભર હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ કપ કપ ઝીણી સમારેલી કાકડી
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને દૂધ મેળવી તેમાં લોટના ગાંગળા ન રહે તેમ સારી રીતે વ્હીસ્ક વડે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, હળદર, મીઠું, સાકર, કાકડી અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews

કર્ડ શોરબા
 on 31 Oct 17 09:28 PM
5

Good