રંગીન સિમલા મરચાં ( Coloured capsicum )

રંગીન સિમલા મરચાં એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 1191 times

રંગીન સિમલા મરચાં એટલે શું? What is coloured capsicum, coloured bell pepper in Gujarati?

સામાન્ય રીતે બજારમાં મળતા રંગીન સિમલા મરચાં લાલ, લીલા અને પીળા હોય છે, પરંતુ કેસરી રંગના સિમલા મરચાં પણ જોવા મળે છે. મોટા ભાગના સિમલા મરચાં લીલા રંગથી શરૂ થાય છે અને પાકે કે પરિપક્વ થાય એટલે રંગ બદલાય છે. લીલા સિમલા મરચાંની શેલ્ફ લાઈફ હંમેશા અન્ય 2 રંગીન સિમલા મરચાં કરતા લાંબી હોય છે. સ્વાદ પ્રમાણે, લાલ સિમલા મરચાં લીલા રંગની સરખામણીમાં મીઠા હોય છે, પીળા રંગમાં હળવી મીઠાશ હોય છે.



સમારેલા રંગીન સિમલા મરચાં (chopped coloured capsicum)
રંગીન સિમલા મરચાંના ટુકડા (coloured capsicum cubes)
પાતળા લાંબા કાપેલા રંગીન સિમલા મરચાં (coloured capsicum juliennes)
રંગીન સીમલા મરચાંની પટ્ટીઓ (coloured capsicum strips)
રંગીન સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced coloured capsicum)

રંગીન સિમલા મરચાં ના ઉપયોગ રસોઈ માં (uses of coloured capsicum, coloured bell pepper in Indian cooking)

ભારતીય જમણમાં રંગીન સિમલા મરચાંનો ઉપયોગ સલાડ, શાકભાજી, નાસ્તો, પુલાવ વગેરે બનાવવા માટે થાય છે.



રંગીન સિમલા મરચાંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of coloured capsicum, coloured bell pepper in Gujarati)

વિટામિન સીથી સમૃદ્ધ, સિમલા મરચાં હૃદયની અસ્તરનું (lining) રક્ષણ અને જાળવણી કરે છે. લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (40) સાથે રંગીન સિમલા મરચાં રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. રંગીન સિમલા મરચાં માત્ર દૃષ્ટિના આકર્ષક માટે જ નથી પણ તમારી આંખો માટે પણ સારા છે, કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ લ્યુટીન હોય છે, જે આંખને મોતિયા અને આંખના અંધત્વથી બચાવે છે. સિમલા મરચાંમાં ફોલેટ અથવા ફોલિક એસિડ પણ વધારે છે, જે ઝડપથી વધતા લાલ રક્તકણો ( red blood cells) અને સફેદ રક્તકણો (white blood cells) માટે મહત્વનું છે. સિમલા મરચાંના વિગતવાર ફાયદા જુઓ.

Try Recipes using રંગીન સિમલા મરચાં ( Coloured Capsicum )


More recipes with this ingredient....

coloured capsicum (63 recipes), coloured capsicum cubes (18 recipes), chopped coloured capsicum (29 recipes), coloured capsicum juliennes (1 recipes), coloured capsicum strips (4 recipes), sliced coloured capsicum (10 recipes)

Categories