This category has been viewed 11635 times

  > કુકિંગ બેસિક રેસિપિસ
 Last Updated : Nov 17,2024

175 recipes

Cooking Basics - Read in English
कुकिंग बेसिक रेसिपी - हिन्दी में पढ़ें (Cooking Basics recipes in Gujarati)


આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | butter milk rasam in gujarati | બટરમિલ્ક રસમ એ એક 'હલ્કો' સાધારણ મસાલાવાળો રસમ છે જે શરદી અથવા તાવવાળા લોકો દ્વારા ....
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
આ ક્રસ્ટ ઘણખરી પેસ્ટ્રી અને પાઇની વાનગીની મૂળ વાનગી છે. તેને પ્રથમ બેક કરવામાં આવે છે પછી તેમાં જુદા જુદા ફીંલીગ મેળવીને પૂરણ ભરીને વિવિધ પાઇ તૈયાર કરવામાં આવે છે. આ ક્રસ્ટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કણિકને વધુ દબાવવાથી ક્રસ્ટની રચનામાં ફરક પડી જશે અને છેલ્લે બ્રેડ જેવી કણિક બની જશે.
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....
રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12