This category has been viewed 1433 times

 રાંધવાની રીત > તવા
 Last Updated : Jul 18,2017

60 recipes

Tava - Read in English
तवा - हिन्दी में पढ़ें (Tava recipes in Gujarati)


કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે. સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા ....
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી ભાતના પૅનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તા ....
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્ ....
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે. અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે. જ્ ....
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
Goto Page: 1 2 3 4