This category has been viewed 10730 times

 સાધનો > ઓવન ઇન્ડિયન રેસિપિ | ઓવન શાકાહારી રેસિપિ |
 Last Updated : Jan 10,2025

43 recipes

Oven Indian Recipes - Read in English
ओवन भारतीय रेसिपी | ओवन शाकाहारी व्यंजन - हिन्दी में पढ़ें (Oven Indian Recipes in Gujarati)


કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....
સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
બ્રેડ બટર પુડિંગ | ઇંડા વગરનું બ્રેડ બટર પુડિંગ | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ | eggless bread butter pudding in gujarati | with 23 amazing images. બ્રેડ ઍન્ડ બટર પુડીંગ
તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવ ....
આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દ ....
દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ ....
મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ એક પાસ્તાની ખાસ મનગમતી ડીશ છે જેનો સ્વાદ દરેકને ગમે એવો છે. અહીં સ્પૅગેટીને સુગંધી ટમેટા સૉસમાં રાંધીને ચીઝ વડે સજાવીને બેક કરવામાં આવે છે. જ્યારે પાસ્તા માટે ટમેટા સૉસ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં સારા પ્રમાણમાં તાજું ક્રીમ ઉમેરવું જેથી તેનો સ્વાદ જીભને ગમતો બનશે અને સ ....
બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શા ....
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
Goto Page: 1 2 3