સમારેલા લીલા મરચાં રેસીપી
Last Updated : Nov 19,2024


कटी हुई हरी मिर्च रेसिपी - हिन्दी में पढ़ें (chopped green chilli recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 
આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.
તમને વધુ શું ભાવે? બ્રેડ, બટાટા, ચીઝ, વિવિધ શાક, રાજમા કે પછી ચટપટા મસાલા. આ બધી વસ્તુઓનું સંયોજન તમને એક જ વાનગીમાં મળે તો કેવી મજા. આ વેજીટેરીયન હૉટ ડૉગ તમને આ વસ્તુઓનો અદભૂત અહસાસ અપાવશે. પૂરણ માટે વપરાતી વસ્તુઓ એવી સ્વાદિષ્ટ છે કે નાના મોટા સૌને ગમશે. જીભમાં સ્વાદ રહી જાય અને તેનો આકર્ષક દેખ ....
સેઝવાન સોસ રેસીપી | ચાઈનીઝ સેઝવાન સોસ | ઘરે સેઝવાન ચટણી | schezwan sauce recipe in Gujarati | with 14 amazing images. જો તમને ઓરિએન્ટલ રસોઈ પસંદ છે, તો તમારી પાસે આ સેઝ ....
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે. લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ....
સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ ....
પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમ ....
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujarati દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમા ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14