ઝટપટ રીંગણાની સબ્જી | Jhat Pat Baingan Sabzi, Indian Brinjal Bhaji

રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.

આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે.

આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Jhat Pat Baingan Sabzi, Indian Brinjal Bhaji recipe In Gujarati

This recipe has been viewed 8463 times



ઝટપટ રીંગણાની સબ્જી - Jhat Pat Baingan Sabzi, Indian Brinjal Bhaji recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૪ કપ સ્લાઇસ કરેલા રીંગણા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન હળદર
૩ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન તલ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૪ ટીસ્પૂન ચણાનો લોટ
એક ચપટીભર સાકર
૨ ટીસ્પૂન ટુકડા કરેલા કાજૂ
કીસમીસ
કાર્યવાહી
    Method
  1. રીંગણાની સ્લાઇસને ચાળણીમાં મૂકી તેની પર મીઠું અને હળદર છાંટી તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અનેતલ નાંખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મરચાં પાવડર, ચણાનો લોટ, સાકર, કાજૂ અને કીસમીસ નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. છેલ્લે તેમાં રીંગણા મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી, મધ્યમ તાપ પર ૧૨ મિનિટ સુધી અથવા રીંગણા બરોબર રંધાઇને નરમ થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews