You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > માઈક્રોવેવ શાક > પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | Paneer Koftas in Palak Gravy તરલા દલાલ પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | paneer koftas in palak gravy in gujarati |પનીર અને પાલક નું સયોજન એક પ્રીફેક્ટ મેચ છે! તેમના ટેક્સચર, રંગ, સ્વાદ, બધા એકબીજાને સુંદર રીતે પૂરક બનાવે છે, જે બંનેમાંથી શ્રેષ્ઠ રીતે બહાર લાવે છે. પાલક ગ્રેવી માં પનીર કોફતા, પનીર કોફતાની એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે, જેને મોટા પ્રમાણમાં સ્વાદવાળી પાલક ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. કોફતા એક ક્ષણમાં તૈયાર છે કારણ કે તે માઇક્રોવેવમાં બનાવામાં આવ્યા છે - કોઈ બાફવાનું નથી ને કોઈ ડીપ-ફ્રાયિંગ પણ નથી. Post A comment 13 Feb 2021 This recipe has been viewed 2933 times Paneer Koftas in Palak Gravy - Read in English પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા - Paneer Koftas in Palak Gravy recipe in Gujarati Tags ગ્રેવીવાળા શાકલીલા પાંદળાના શાકમાઈક્રોવેવ શાકમાઇક્રોવેવમાઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ |ઝટ-પટ શાકબાળકો માટે પ્રોટીન યુક્ત આહાર તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો એક પેસ્ટ તૈયાર કરવા માટે૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ૧ ટેબલસ્પૂન ખસખસ૧/૨ ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ૧ ટીસ્પૂન વીલાયતી વરિયાળી૨ ટેબલસ્પૂન પાણીકોફતા માટે૧ કપ ખમણેલું પનીર૨ ટેબલસ્પૂન મેંદો૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા એક ચપટી બેકિંગ સોડા મીઠું , સ્વાદાનુસારપાલક ગ્રેવી માટે૧ ૧/૨ કપ બારીક સમારેલી પાલક૫ ટેબલસ્પૂન દહીં૧ ટીસ્પૂન કોર્નફલોર૧ ટેબલસ્પૂન ઘી૧/૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન ખાંડ૧ ૧/૨ ટેબલસ્પૂન દૂધ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી કોફતા બનાવવા માટેકોફતા બનાવવા માટેબધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને બરાબર મિક્સ કરી લો.આ મિશ્રણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળાકારમાં વાળીને તૈયાર કરી લો.માઇક્રોવેવ-સેફ ડીશ તૈયાર કોફતા મૂકો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો. એક બાજુ રાખો.પાલકની ગ્રેવી બનાવવા માટેપાલકની ગ્રેવી બનાવવા માટેએક બાઉલમાં દહીં અને કોર્નફલોર ભેગું કરો અને સારી રીતે મિક્સ કરી લો. એક બાજુ પર રાખો.ઊંડા માઇક્રોવેવ-સેફ બાઉલમાં પાલક અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગું કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.પાલક અને ૧/૪ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સુંવાળુ થવા સુધી મિશ્રણને પીસી લો. એક બાજુ રાખો.એક બીજા ઊંડા માઇક્રોવેવ-સેફ બાઉલમાં ઘી અને તેલ ભેગું કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.દહીં-કોર્નફ્લોર મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.પછી તેમાં પાલકની પ્યુરી, તૈયાર કરેલી પેસ્ટ, ખાંડ, દૂધ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.આગળની રીતઆગળની રીતપાલક ગ્રેવીમાં તૈયાર કોફતા ઉમેરો, ધીમે થી મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન