ઢોકળાની સબ્જી | Dhokla Subzi

આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.

Dhokla Subzi recipe In Gujarati

This recipe has been viewed 8406 times

ढ़ोकला सब्ज़ी - हिन्दी में पढ़ें - Dhokla Subzi In Hindi 
Dhokla Subzi - Read in English 


ઢોકળાની સબ્જી - Dhokla Subzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ઢોકળા માટે
૧/૪ કપ લીલી મગની દાળ , ૨ થી ૩ કલાક સુધી પલાળેલી
લીલા મરચાં , ટુકડા કરેલા
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર હીંગ
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
તેલ , ચોપડવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૨ કપ તૂરીયા , ત્રાંસા કાપેલા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન હીંગ
એક ચપટીભર ખાવાનો સોડા
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ બાફેલા મકાઇના દાણા

પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે (થોડું પાણી ઉમેરીને)
૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

મિક્સ કરીને મસાલો બનાવવા માટે
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટીસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ઢોકળા માટે

    ઢોકળા માટે
  1. લીલી મગની દાળને નીતારીને તેમાં લીલા મરચાં અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં મીઠું અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. તેને બાફવા મૂક્તા પહેલા, તેમાં ફ્રૂટ સોલ્ટ અને ૧ ટીસ્પૂન પાણી મેળવો.
  4. જ્યારે તેમાં પરપોટા થતા દેખાય, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
  5. એક ૧૦૦ મી. મી. (૬”)ની થાળીમાં થોડું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલું ખીરૂ રેડી લો.
  6. પછી તેને ૭ મિનિટ સુધી બાફી લો.
  7. તે પછી તેને બહાર કાઢી થોડા ઠંડા થવા દો, તે પછી તેના સરખા ચોરસ ટુકડા કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવી એક ઉભરો આવવા દો.
  3. પછી તેમાં તૂરીયા, ખાવાનો સોડા, મીઠું અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં પેસ્ટ અને મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. પીરસતા પહેલા, તેમાં ઠોકળાના ટુકડા મેળવી, હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews