ફણસની સબ્જી ની રેસીપી જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati. ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂ ....
ફૂલકોબી અને વટાણાની કરી આ ફૂલકોબી અને વટાણાની કરીમાં ઉમેરવામાં આવેલી કાજૂ, નાળિયેર, ખસખસ અને દહીંની પેસ્ટ તેને શાહી અંદાઝ આપે છે, જ્યારે બીજી બાજુ ટમેટાના પલ્પનો ઉમેરો આ મલાઇદાર કરીને વધુ મજેદાર બનાવે છે. આ કરી જ્યારે રોટી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
ફૂલકોબીના પરોઠાની રેસીપી ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ
બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા. અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અન ....
બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ એક પાસ્તાની ખાસ મનગમતી ડીશ છે જેનો સ્વાદ દરેકને ગમે એવો છે. અહીં સ્પૅગેટીને સુગંધી ટમેટા સૉસમાં રાંધીને ચીઝ વડે સજાવીને બેક કરવામાં આવે છે. જ્યારે પાસ્તા માટે ટમેટા સૉસ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં સારા પ્રમાણમાં તાજું ક્રીમ ઉમેરવું જેથી તેનો સ્વાદ જીભને ગમતો બનશે અને સ ....
બટાટા પોહા ની રેસીપી બટાટા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સસવારના નાસ્તામાં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. બટાટા અને કાંદાનું સંય ....
બદામની બિરયાની તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....
બ્રેડ ઉત્તાપમ એકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ. અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સટંટ બ્રેડ ઉત્તાપમ બનાવવાની ર ....
બ્રેડ કોફ્તા બિરયાની તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
બ્રેડ પોહા ની રેસીપી પોહા કોને ન ભાવે? રોજના નાસ્તા માટે મહારાષ્ટ્રમાં તો પોહાનો ઉપયોગ સહજ છે અને આપણા દેશમાં લોકોને ભાવતા આ પોહા સવારના નાસ્તામાં આનંદથી ખવાય છે. ....
બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડ બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી સુવાસ સમાન ગણી શકાય. અહીં એવા જ, બનાવવામાં સરળ અને પીરસવામાં પણ સહેલા જાદુઇ સ્વાદવાળા બર્ન્ટ કોર્નનો આનંદ માણો. મકાઇને સીધા તાપ પર ઉંચી આંચ પર શેકી લીધા પછી તેમાં બીજી મજેદાર વસ્તુઓ જેવી કે ટમેટા, ....
બરીટો બોલ ની રેસીપી બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....