સફરજન ( Apple )
સફરજન એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 11116 times
સફરજન એટલે શું?
સફરજનના ફાયદા, આરોગ્ય લાભો (benefits of apple, seb in Gujarati)
સફરજનમાં સોડિયમ ઓછું હોવાથી, તેમની ડાઈયુરેટીક પદાર્થની અસરને કારણે તે
હાઈ બ્લડ પ્રેશર સામે અસરકારક છે. સફરજનના મહત્તમ લાભ મેળવવા માટે ફળની છાલ કાઢશો નહીં. છાલમાં બે તૃતીયાંશ
ફાઇબર અને ઘણાં બધાં એન્ટીઑકિસડન્ટ મળી આવે છે. સફરજન
મધૂમેહના દર્દીઓને ફાયદો આપે છે કારણ કે દ્રાવ્ય ફાઇબર લોહીમાં શર્કરાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે
હૃદય માટે પણ અનુકૂળ છે. સફરજનના 9 વિગતવાર આરોગ્ય લાભો વાંચો.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના સફરજન
સફરજન નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 39 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલી કાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માં થાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. સફરજન જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
સફરજના ટુકડા (apple cubes)
સફરજની છાલના સ્વર્લ (apple skins swirls)
સફરજનની લાંબી ચીરીઓ (apple sticks)