મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
મુઘલાઇ આલુ - Moghlai Aloo ( Desi Khana) recipe in Gujarati
Method- એક બાઉલમાં દહીં, ખસખસની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં બટેટા મેળવી, સારી રીતે મિક્સ કરી મેરિનેટ થવા માટે ૧૦ થી ૧૫ મિનિટ બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં કાંદા, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, સતત હલાવતા રહી, ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં મેરીનેટ કરેલા બટાટા અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર થોડા થોડા સમય હલાવતા રહી વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
- અંતમાં તેમાં ફ્રેશ ક્રીમ, મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર, થોડા-થોડા સમય પર હલાવતા રહી, વધુ ૧૦ મિનિટ સુધી રાંધી લો.
- પૂરી, પરોઠા કે નાન સાથે ગરમ ગરમ પીરસો.