ગ્લૂટન મુક્ત ભારતીય વાનગીઓ નાસ્તો. Gluten Free Indian Snacks in Gujarati.
મગની દાળ અને પનીરના પરોઠા. મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images.
મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તેને સુગંધી બનાવવામાં આવે છે.